Welcome to Gajera Parivar
       લેઉવા પટેલમાં ગજેરા પરિવાર સૌથી મોટો પરિવાર છે, જેમાં અનેક આપણા વડવાઓએ પરોપકાર માટે જાનની બાજી લગાવી વિરગતિ પામેલ છે. જેઓ આજે ઉપરોકત વિગતે સુરાપુરા તરીકે પુજાય છે અને ગજેરા કુળના વંશજોને સતકાર્ય કરવા છે રણા આપે છે. આવા સમર્થ પરિવાર ની ભાતીગળ ઝલક અને ઇતિહાસ નીચેની વિગતે ટૂંકમાં સંઘર્ષ આપવા નમ્ર પ્રયાસ કરેલ છે.
ગજેશ ગામનું મુખ્ય સ્થાન અને સ્થળાંતર
      ગજેરા ગામ ભરુચ જીલ્લામાં જંબુસર તાલુકામાં આવેલ છે.
       નામકરણઃ
      ૧.
       ઐતિહાસિક નોંધમાં લખ્યા મુજબ વડોદરા રાજ્યનો રાજા ફતેસિંહ પહેલો હતો તેને લોકો બાબા કહેતા હતા. તેના નામનો બાબાશાહી રૂપિયો ચલણમાં હતો. ૨જા ફતેસિંહની કન્યાનું નામ ગજરાબાઈ હતું.
       ગજેરા ગામના નામ વિશે એક દંત કથા આદિકાળથી પ્રચલિત છે. ગજરા નામની એક શૂરવીર બાઈ હતી. તેની સોનેરી સ્મૃતિમાં ગામનું નામ પડ્યું હશે. તેવું માનવામાં આવે છે. ગજરાનું ભાષાકીય અપભ્રંશ નામ લોક જીભે બોલતાં ગજેશ નામ પ્રચલિત થયું હોવું જોઈએ. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક જીવનનું દર્શન થાય છે. ગજેરા ગામનો ઈતિહાસ જોતાં એમ સ્પષ્ટ સમજાય છે કે જ્યારથી ગુજરાતમાં અણહિલ પુ૨ પાટણની સ્થાપના થઈ ત્યા૨થી બ્રિટિશ હકુમતના શાસન સુધી ગજેરા ગામે અનેક સંતાઓની ચડતી પડતી જોઈ છે. આજે પણ ગજેરા ગામની અસલીયત હેમખેમ છે. ઐતિહાસિક અવલોકન મુજબ ગજેશ ગામ સોલંકી યુગમાં વસ્યું હોવું જોઈએ. આજે ગામ પ્રચલિત અને પ્રગતિશીલ છે જે ગામ ગજેરા ને ન્યૂનતમ પ્રાથમિક સુવિધાઓથી સંપન્ન સ્વચ્છ અને સુંદ૨ એવા ગજેરા ગામને ગોકુળીયુ ગામ તરીકે જાહે૨ ક૨વામાં આવેલ છે. ગોકુળીયુ ગામ ગજેરા પુસ્તક પ્રકાશન ગ્રંથ શ્રી રાવજીભાઈ એન. પટેલે (પરાગ) ઈ. સ. ૨૦૦૫ માં પુસ્તક લખેલ છે.
            ગામ ગજેરા કેરી ગુણીયલ રૂડી ભોમ.
દેશ વિદેશમાં જઇ તુ મલકે રોમેરોમ
નાનામોટા સહુને તવચરણ ગમે
ગજેરા તુજ નામ રટતા રટતા સૌને ગમે પરાગ
૨. બારોટના ચોપડા મુજબ ગજેરા ગામનું નામકરણ:-
       દેશ રાજસ્થાનમાં ગામ માળવાથી ગામ ગોકળ અભ્રમ પ૨ વસાવ્યું ત્યાંથી અભ્રમ પરીયા કહેવાણા. દક્ષિણ ગુજરાતના નીઝામ બાદશાહ ભરુચ કબજે કર્યું. ત્યારે પટેલ છશા બાપાને ગામની પાટી વસાવવાનું કહ્યું. નીઝામ બાદશાહને ગજુબાઈ નામની દીકરી હતી જે દિકરી બાદશાહને ખૂબ જ વહાલશોય (વ્હાલી હતી), જે ગજુબાઈના નામ ઉપ૨ ગામ વસાવવાનું છશા પટેલને કહ્યું.
       જેની દિકરી ગજુબાઈના નામ ઉપ૨ ગામ વસાવી અને ગામનું નામ અપભ્રંશ થઈ ગજેરા નામ પડ્યું, જે ગજેરા ગામ ઉપ૨થી ડાજેશ કહેવાણા, જે ગજુબાની ડેરી હાલ ગજેરા ગામમાં છે, જેના સમસ્ત કુટુંબ ગજેરા પરીવા૨ નીવેદમાં માંની ટીલડી ચડાવે છે. તે ગજુબાની છે.
       સવંત ૧૪પ૧માં દેશ ભાલમાં ગો૨શ વસાવ્યો. કોટ દરબાર હાલાજી વાઘેલાના વખતમાં દેશ સો૨ઠમાં ત્યાંથી ખેંગા૨ ગઢ આવ્યા, ગામ ખેંગા૨ ગઢ વાઘે૨ બા૨વટીયુ ક૨તા ગજેરા પરીવા૨ માટે બારોટ અભેસંગ બાપાએ તેની વા૨ કરી પરીવારને આબાદ રાખી અભેસંગ બાપા કામ આવ્યા. ગજેરાના જાગા બાપાના દિકરા પાતા પટેલે ગામ માખીયાળા વસાવ્યું. પટેલ પાતા બાપાએ પોતાનાં બારોટ પરીવા૨ રાખવા માટે અભેસંગ બાપુના ભાઈ ભીમ બાપુ કર્ણાવતી (આમદાવાદ) જગત ગુરુ શંકરાચાર્યના આશ્રમ અધવેતના મહંત હતા જે ભીમ લાખાની ભેખ ઉતારી કોરી એકવીસ હજા૨ ભરી ભીમબાપાને સન્યાસીમાંથી સંસારમાં લઈ આવ્યા. ગજેરાની સાત પાંખી જુદી પડી, જે જુદા જુદા વિસ્તા૨માં વસવાટ ક૨વા લાગ્યા. (૧) હોમડા (૨) ધુતા૨પુ૨ (૩) માખીયાળા (૪) લાખાપાદ૨ (૫) શેઢુભાર (૬) ગોઢાવદ૨ (૭) જીરા. ગજેરા ગામનો પરીવા૨ વસાવા લાગ્યો જે ગજેરા ગામમાંથી આવેલા જેથી તેઓ ગજેરીયા શાખથી ઓળખાવા લાગ્યા. જે ગજેરીયામાંથી અપભ્રંશ થઈ ગજેરાથી ઓળખાવા લાગ્યા. ગજેરાનું ગૌત્ર ગૌતમ શાખા માધ્યમની વેદ અથર્વે પ૨વ૨ અને પાંચ કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી છે. ગજેશ ગામમાંથી આવેલા પરીવારો ગજેરા શાખથી ઓળખાવા લાગ્યા.
       જંબુસર ભરૂચ જીલ્લાનું ગામ છે. આ જંબુસર તાલુકામાં ગજેરા ગામ આવેલ છે. આ ગામમાંથી કાળ ક્રમે સૌરાષ્ટ્રમાં જુદા જુદા ગામમાં ગજેરા કુટુંબની સાત પાંખી જુદા જુદા ગામમાં વસવાટ કરવા લાગ્યા (૧) હોમળા (૨) ધુતા૨પુ૨ (૩) માખીયાળા (૪) લાખાપાદ૨ (૫) શેઢુભાર (૬) ગોઢાવદ૨ (૭) જી રા ગજેરા ગામનો પરિવાર વસવા લાગ્યો જે ગજે રા ગામમાંથી આવેલાં જેથી તેઓ ગજેરીયા સાંખથી ઓળખવા લાગ્યાં. આમ ગજેરીયામાંથી અપભ્રંશ થઈ ગજે રાથી ઓળખાવા લાગ્યા.
       આમ સૌરાષ્ટ્રમાં વસતા ગજેરા પરિવારમાં આપણા પૂર્વજો ગામના રક્ષણ અર્થે તે સમયના બહારવટીયાઓ સામે લડીને બલીદાનો આપેલ છે જે આપણા સુરાપુરા તરીકે ઓળખાયાં છે. જે ગજેરા પરિવારના આ આસ્થાના સ્થાનકો છે. તેની ટુંકી વિગત નીચે મુજબ છે.
(૧). પુજય કાનાબાપા (માખીયાળા) :-
       પુજય કાનાબાપાની ખાંભી જુનાગઢ તાલુકા ના માખીયાળા ગામે સવંત ૧૭૬૭ ના વૈશાખ સુદ ૧૧ ને ગુરૂવારે ગામની વારે ચઢતા વીરગતિ પામ્યાં અને તેની ખાંભી સવંત ૧૮૧૬ ના કારતક સુદ-૧ ને રવિવારે બેસાડી હતી, એટલે કે મૃત્યુ બાદ લગભગ ૫૦ વરસ બાદ ખાંભી બેસાડવામાં આવેલ તેમ બારોટના ચોપડે બોલે છે.
(૨). શેઢુભાર ગામનાં સુરાપુરા (શેઢુભાર) :-
       સવંત ૧૮૦૯ માં ગામ માખીયાળા થી પટેલ કાનાબાપા ગજેરાનાં સુરાપુ રનાં પરિવાર જે રૂડાબાપાનો પરિવાર શેઠુંભાર ગામે આવ્યાં અને ગામનું તોરણ બાંધ્યું. રૂડાબાપાના દિકરા રાણાબાપા તેના દિકરા પુંજાબાપા ગીડા સાંખના દરબાર ગીડા ધેલાના ખલરડે મરાયાં જેની ખાંભી શેઢુભાર ગામની નદીને કાંઠે વિક્રસ સવંત ૧૯૪૯ અષાઢ સુદ પાંચમને રવિવારે બેસાડેલ છે. શેઢુભાર ગામમાં દેવાબાપા સુરાપુરા છે તેનો પાળિયો પણ ઠેબી નદીને કાંઠે બેસાડેલા છે. આમ શેઢુભાર માં સુ રાબાપા, પાંતાબાપા અને પુંજાબાપાની ખાંભીઓ આવેલ છે. શેઢુભારની ગામની બાજુમાં હરીપુ રામાં અ૨જણ કરશન બાપાને પાળીયો પણ આવેલ છે.
(૩). ફતેપર સુરાપુરા લવાબાપા (તા.પડધરી) :-
       પડધરી ગામનાં ફતેપર ગામમાં તે ગામની એક જાન સવંત ૧૯૯૧ માં બીજા ગામ જતી હતી તેમાં લવાબાપા જાનૈયા તરીકે હતાં જે જાન લુટારાઓ સામે લડતાં પોતાના પ્રાણ છોડયાં જેઓ સવંત ૧૯૯૧ માં જાનની લાજ રાખતાં બચાવવાં સાલ પીપળીયા ગામે મરાણાં.
(૪).
       ગામ રાજકોટમાં ૫ થી માંડણ જે રામબાપા ગજેરા આવ્યાં અને અમુક ગજેરા પરિવાર રિબડામાં ગયાં રિબડાથી ક૨મશી બાપાનાં દિકરા વાલાબાપા, ગોરાબાપા, જાગાબાપા આ ત્રણે ય ભાઈઓ રાજકોટ આવ્યાં ઠાકોર શ્રી મેરામણજીના રાજમાં રાજકોટ આવ્યાં રાજકોટમાં બેડીપરા કહેવાય છે. ગજે રાની ડેલી તરીકે ઓળખાય છે. ત્યાં ઉતર્યા રાજકોટથી એક પાંખી વચલી ધોડી આવી ત્યાંથી ફલેપર આવ્યાં અને માવજી મનજી ગજેરા અને તેના દિકરા જુઠાબાપા ગામ ચરોલ ફતેપર આવ્યાં આ પાળીનાં સુરાપુરા સાલ પીપળીયા અને નગર પળીયામાં બેઠા છે.
       રાજકોટમાં બેડીપરામાં ગજેરાની ડેલી કહેવાય છે. ત્યાં રામ મંદિરની બાજુમાં સામજીભાઈ કડવાભાઈનાં ધરમાં મઢ છે. આ જે આ મકાનમાં પ્રવિણ ભાઈ રહે છે. ત્યાં મઢ આવેલ છે.
(૫). આલીધ્રા ગામના સુરાપુરા:-
       શેઢુભારથી ગામ ખમીદાણા અને ત્યાંથી કેશોદ તાલુકામાં આલીધ્રા ગામે અવ્યાં ત્યાં વશરામબાપા ગજેરા ગામ માટે મરાણા તેની ખાંભી આલીધા ગામે છે.
(૬). ગામ ગૌરીદળ સુરાપુરા ભીમજીબાપા:-
       ભીમજીબાપા વિક્રમ સવંત ૧૯૨૦ મરાણા તેઓની સ્થાપના સુ રાપુ રા તરીકે થઈ ભીમજીબાપાની જુની વાડી (ખારામાં) ડેરી બનાવીને ડેરીમાં બેસાડેલ છે.
(૭). ગામ માખીયાળા સુરાપુરા વાઘજીબાપા:-
       વાઘજીબાપા વિક્રમ સવંત ૧૮૨૫ માં તલંગણા ગામમાં પાળ સાથે બહારવટીયા સાથે ધીંગાણામાં મરાણા તેની ખાંભી આ ગામના પાદમાં હતી ત્યાંથી માખીયાળા ધોરાજી રોડ પાણીના ટાંકા પાસે બેસાડેલ છે.
(૮). ગામ પીપળવા સુરાપુરા હરજીબાપા:-
       પીપળવા ગામમાં હરજીબાપા ગજેરા ગાયોને બચાવવા જતાં ગાયો માટે મરાણા જેનો પરિવાર હાલ છે. અને વિક્રમ સવંત ૧૯૧૧ ની સાલમાં ગામ લાખાપાદરમાં બેસાડેલ છે.
(૯). ગામ તરઘડી સુરાપુરા કરમણબાપા:-
       આ ગામમાં કરમણ સામજી ગજે રા છે તે સુરાપુ રા થયેલ છે જેની ખાંભી ગામ તરઘડીમાં નાથાબાપા ગજેરાએ બેસાડેલ છે.
(૧૦). ઢાંક–મે૨વદ૨:-
       મે૨વદ૨માં હરદાસબાપાની ખાંભી છે. અને મેરવદર તણસવા રોડ પર ઢાંક ના પુંજાબાપા ગજેરાની ખાંભી આવેલ છે.
(૧૧). રાંદળના દડવા સુરાપુ ૨ રાજાબાપા:-
       રાજાબાપા ગજેરા જે રાજાબાપા સુરાપુરા સવંત ૧૯૬૦ ના સમયમાં થયેલા તેની ખાંભી ગામના પાદરમાં છે.
(૧૨). ગામ:- અકાળા, તા.-લાઠી, જીલ્લો-અમરેલી. :-
       રણછોડબાપાના દિકરા લાખાબાપાએ કુળનું ભલુ ક૨વા માતાજી સામે દેહ ત્યાગ કર્યો.
(૧૩). રાણપુર:-
       લાખાબાપા અને કડવા બાપાની ખાંભીઓ સુરવીરતા માટે પુજાય છે.
(૧૪). નાગવદર :- વાઘાબાપા સુ રાપુરા :-
       સવંત ૧૮૭૬ માં વાઘાબાપા ખેતરેથી રોંઢા સમયે ધરે આવતા હતા ત્યારે બહાર વટીયાઓ ગામની ગાયો વાળી જતા હતા તેની સામે ધીંગાણું કરી ગાયોને છોડાવી પરંતુ ધીંગાણામાં બહારવટીયાની હાથે મરાણા તેમજ કુળની લાજ રાખવા રાધાબેન સહીદ થયેલ છે.